ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યા કેસનું નામ લીધા વગર ઈશારામાં કહ્યું કે, ટૂંક જ સમયમાં મોટી ખુશખબરી મળવાની છે. હવે યોગી આદિત્યનાથના નિવેદનને લઈને યૂપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પ્રશ્ન ઉઠાવ્યો છે કે, સીએમ આદિત્યનાથને કેવી રીતે ખબર પડી કે, કોર્ટનો નિર્ણય શું આવવાનો છે?
અખિલેશે કહ્યું કે, “મુખ્યમંત્રી કહી રહ્યાં છે કે અયોધ્યા મુદ્દા પર સૌથી સારા સમાચાર મળવાના છે. તે કેવી રીતે જાણે છે કે, શું થવા જઈ રહ્યું છે. બીજેપી દેશના સંવિધાન અને કાનૂન પર ઓછો વિશ્વાસ કરે છે અમે હમેશા કહ્યું હતું કે, કોર્ટનો જે નિર્ણય હશે તેને અમે સ્વીકાર કરીશું, દેશ સ્વીકાર કરશે. પ્રશ્ન તે છે કે એક સમાચાર પત્રને કેવી રીતે ખબર પડી કે, મુખ્યમંત્રીને કેવી રીતે ખબર છે કે, શું થવા જઈ રહ્યું છે.’’
5 ઓકટોબરે યોગી આદિત્યાનાથ ગોરખપુરના એક કાર્યક્રમ દરમિયાન અપ્રત્યક્ષ રૂપેથી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના સંકેત આપતા કહ્યું કે, અમારા બધાનો વિશ્વાર છે તે ભગવાન રામની શક્તિથી આવનારા દિવસોમાં આપણ બધાને સારા સમાચારો સાંભળવા મળશે.
યોગી સરકાર પર પ્રહારો કરતા અખિલેશે કહ્યું કે બીજેપી સરકારનો દાવો છે કે, કાંવર યાત્રા અને ધાર્મિક સમારોહમાં ડીજે વગાડવા પર કોઈ પ્રતિબંધ નથી. વાસ્તવમાં ડીજે પર આના પર બેન લગાવવામાં આવ્યો છે.
અખિલેશે કહ્યું કે,”અલ્હાબાદ ડીજે એસોશિએશન લોકો મને મળ્યા હતા અને તેના વિશે માહિતી આપી છે. એક કરોડથી વધુ લોક ડીજે સાથેની નોકરી અને પ્રાઇવેલટ ધંધા સાથે જોડાયેયા છે અને સરકારે ડીજે પર પ્રતિબંધ લગાવીને તેવા લોકોનું રોજગાર છીનવી લીધો છે.
બિહારમાં BJP-JDU વચ્ચે વિવાદ, ઝઘડો મોદી-શાહના દરવાજે પહોંચ્યો